*ગઝલ - ઉજવી શકશે નહિ.*
🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️
શીખવું ન હો તું એને શીખવી શકશે નહિ..
માનવું ન હોય એને રીઝવી શકશે નહિ..
હોય ડૂમો તો પછી ક્યારેક એ આવે બહાર
લાગણીને તો સતત, તું થીજવી શકશે નહિ..
સાત દરિયા લઈ ભલે વરસી પડે તું વાદળાં,
રણ છું સહરાનું મને, તું ભીંજવી શકશે નહિ..
હોય તાજું ત્યાં સુધી માણી જ લે ખુશ્બુ હવે,
ફૂલ મુરાઝાયા પછી તું ખીલવી શકશે નહિ..
લાખ કોશિશ કર છતાં તારું કદી થાશે નહિ,
ભાગ્યમાં છે કોઈના, એ છીનવી શકશે નહિ..
હોય અવસર જો ખુશીનો કે પછી ઉત્સવ હશે,
"દીપ" પ્રગટાવ્યા વિના તો ઉજવી શકશે નહિ..
🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️🌬️
*દીપક સિંહ સોલંકી "દીપ"