બિસ્તર જે મળ્યા તે ભલે નહીં સુંવાળા હતા,
શમણા તો જે નિહાળ્યા બધાંજ રૂપાળા હતા.
ભોર થયે જોયું રાત્રીનો અંધકાર જોયા પછી,
ભષ્મ થયેલી અપેક્ષાના ઠેરઠેર ધુમાડા હતા.
ડૂબવાના બહાના ઘણા ભેગા થયા એકસાથે,
જ્યાં તણખલું હતું ત્યાં વમળના કુંડાળા હતા.
સાહસથી લડ્યો છું દરેક યુદ્ધ જિંદગીની સામે,
દરેક વળાંક પર ભાગ્યએ મુકેલ ફૂંફાડા હતા.
લડીશ હજુંય જીતવા માટે જિંદગીથી,
મારી ઈચ્છાઓને ક્યાં કદી કોઈ સીમાડા હતા.
-Bhavik Bid