*કેલેન્ડરનાં પાનાં બનીને ફરી ગયું*
*કોને ખબર, આખું વરસ ક્યાં સરી ગયું*
*ઉગ્યું હજી તો ડાળ પર, પાકતાં પહેલાં ખરી ગયું*
*ભૂલી ભૂલાય નહીં એવી, નવા જૂની ઘણી કરી ગયું*
*લાગતું'તુ કે ડૂબી જશે, પણ સુખરૂપ એ તો તરી ગયું*
*સુખ દુઃખ ની યાદોનો ખજાનો, પોતાની સાથે ભરી ગયું*
*હાડ ગાળતી ટાઢકમાં, શ્રધ્ધાનું તાપણું ઠરી ગયું*
*મૃત્યુની ક્યાં વાત જ કરવી, અહીં તો કોઈ જીંદગીથી ડરી ગયું*
*કેવો છું હું જોઈ શકું, આયનો એવો ધરી ગયું*
*ભાન થતાં હકીકતનું સાચ્ચે, અભિમાન સઘળું ઉતરી ગયું*
*પોતિકી માનીતી જેને, પળો એ મારી હરી ગયું*
*ઘેરી વળી ઉદાસી એવી, મન જાણે મરી ગયું*
*જતાં જતાં આમ તો જો કે,નવા વર્ષની ભેંટ ધરી ગયું*
*આપીને ઉજાસ સૌને, ખુદ અંધારામાં ગરી ગયું*