#આપણે_બંને_સરખા_નથી
તું 'દરિયા' માં ઉછળતા મોજાં જેવી,
હું ગામ માં આવેલો નાનો 'તળાવ' છું.
આપણે બંને સરખા નથી
તને પસંદ છે 'ખિલખિલાટ' હસવું,
મને પસંદ તારી હળવી 'મુસ્કાન'.
આપણે બંને સરખા નથી
તને પસંદ છે 'લોકો' થી વાત કરવી,
મને પસંદ છે ફક્ત 'તારી' વાતો.
આપણે બંને સરખા નથી
તને પસંદ છે મારા થી 'દુર' રહેવું,
મને નાપસંદ તારા થી રહેવું 'દૂર'.
આપણે બંને સરખા નથી
તને ગમે છે, મારાથી વાતો 'છુપાવવી',
મને ગમે તને 'મનની' બધી વાતો કરવી.
આપણે બંને સરખા નથી
તને ટેવ છે હંમેશા મારાથી 'ખોટું' બોલવાની,
મને ટેવ હંમેશા તને 'સાચું' બોલવાની.
આપણે બંને સરખા નથી
તારી પાસે છે દોસ્ત રૂપી 'અઢળક સંપત્તિ',
મારી પાસે એમાં છે ફક્ત 'પરચુરણ'.
આપણે બંને સરખા નથી
✍️ Anil Patel (Bunny)