મુંઝાય છે શાને તું
હું છું ને તારી સાથે
ભલે રહ્યા એકબીજાથી દૂર
પણ છું તારી આસ-પાસ જ
કહી દે ને તારા દિલની વાત
હું સાંભળું છું હું સમજુ છું તને
મુંઝાય છે શાને તું
હું છું ને તારી સાથે Bindu 🌺
નથી મળી શકવાના ખબર છે મને
પણ આપણા અંતર નું અંતર ક્યાં રહ્યું છે હવે
છીએ એકબીજાથી દૂર પણ મનથી તો છીએ ને સાથે
મુંઝાય છે શાને તું
હું છું ને તારી સાથે
ફેરવી લેશે મ્હોં સગા વહાલા
પણ આ મિત્રની તો માયા જ અનેરી છે
નહિ છૂટે ક્યારેય તેનો સંગાથ મનથી
હે મિત્ર મુંઝાય છે શાને તું
હું છું ને તારી સાથે....
🙏 જય શ્રી કૃષ્ણ 🙏