જીત થસે કે હાર આ જીંદગીની રમતમાં
સાથ આપજે દોસ્ત તુ મારા આ જીવનમાં
હજારો મુશ્કેલી છે ,દગો તૌ આપણાં જ આપે છે
સહન કરવા તુ જ સહારો છો દોસ્ત મારા આ જીવનમાં
સ્વાર્થ તણાં આ જગમાં ,સ્વાર્થથી કાર્ય થાય છે
કંઇ પણ આશા વગર નિભાવી જાય એ દોસ્ત હોય છે જીવનમાં
તારી મારી દોસ્તીમાં પ્રેમ તૌ ભરપૂર છે
ભુલથી અલગ ન થતો તુ જ સહકાર છો મારા આ જીવનમાં
વાત વાતમાં ઝગડી છું ફરી આપડે ભેગા થઈશું
કોઇના કહેવાથી ઝગડો ન કરતો વિશ્વાસ તુટી જશે પળવારમાં
અનુભવ છે બદનામને ,ઘણી ગુમાવી મિત્રતા
જે રિસાયેલા છે ઍને મનાવી લે એજ સહારો છે જીવનમાં