વહેતો જા... તું વહેતો જા...
વહેતો જા... તું વહેતો જા... તું વહેતો જા...
નદીની માફક શાંત ચિત્તે તું વહેતો જા.
કાંકરા અને કાંટા ને નજર અંદાજ કરતો જા,
પક્ષીઓના કલરવ અને ફૂલોની મહેક માણતો જા.
જીવનને એક ત્રાજવાની સમાન માની જીવતો જા,
એક તરફ તારી લાગણી અને બીજી બાજુ તારી ફરજ બજાવતો જા.
અંધકારમાં દિપક જ્યોત પ્રગટાવતો જા,
અગરબત્તી ની જેમ સળગી વિચારોની સુવાસ ફેલાવતો જા.
ડગલે પગલે મળતા નવા માણસો અને નવા વિચારો ને સમજતો જા,
રોજ કંઈક નવું શીખ અને બીજાને શીખવાની પ્રેરણા આપતો જા.
વહેતો જા... તું વહેતો જા... તું વહેતો જા...
-રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
-Ronak Joshi