સમયનું વહેંણ....🍁
સમયના વહેંણ સાથે વહી રહી છે જિંદગી...
ક્યારેક હસાવે તો ક્યારેક રડાવે આ જિંદગી...🍁
હૃદયની ઊર્મિઓ ને નયનથી જોયેલા સ્વપ્ન..
સમયની સાથે વહાવી જાય છે આ જિંદગી...🍁
ઉભા જો રહ્યા તો નીકળી જશે સમય હાથમાંથી...
સમયની સાથે આપણને દોડાવે છે જિંદગી..🍁
સુષ્ટિરૂપી બાગમાં વિહરવું છે મસ્તીમાં માનવને...
પણ સમયના વહેંણ વહાવી જાય છે આ જિંદગી...🍁
✍️ શીલા પટેલ.