દરેક સમય કાંઈક ફેરફાર કરવા આવતો હોય છે...આપણા માં અને આપણી આજુબાજુની દુનિયામાં...
કોરોના ના આ કાળે એટલું તો સમજાવી દીધું કે
સોના ના મહેલમાં પણ એક મહિનો પુરાઈ ને રહેવાનું આવશે બધી સાહ્યબી વચ્ચે તોપણ ગૂંગળામણ થશે...સંબંધ ની જરૂર...હૂંફ ની જરૂર...માનસિક સપોર્ટ ની જરૂર...માણસો ની જરૂર પડશે જ પડશે...
ગેઝેટ અને સાધનો ની આનંદ આપવાની એક મર્યાદા છે...
લાગણી અને સંબંધો તો જોઈશે જ...આપણને પ્રેમથી બે મીઠા બોલ બોલે, હિંમત આપે એવી માનસિક હુંફ અને પોતાનાઓ વગર તો ગૂંગળાઈ જવાશે...
મારી પાસે પૈસો હશે તો હું બધું જ મેળવી લઈશ એ આધુનિક યુગની માન્યતાને ખોટી સાબિત કરવા જ જાણે આ કાળ આવ્યો છે...
આ દુનિયાને હદ વગરની કોમ્પિટિટિવ બનાવી દીધી...મારો કાપો અને ઝુંટવી લો..લૂંટાય એટલું લૂંટી લો...અને એ નેગેટિવિટીથી ભરેલી દુનિયા થી થાકીને ઘેર આવતા પણ એક જુદીજ નેગેટિવિટીવાળી દુનિયા બનાવી દીધી ઘરમાં...જ્યાં દરેક પોતાના ગેઝેટમાં જ રત હોય...એકબીજાને હૂંફ આપવી બે પ્રેમના શબ્દો ને બદલે વાત થાય તોપણ ફરિયાદ, દેખાદેખી, અસંતોષ, આટલું મેળવવા હજુ આટલું દોડવું પડશે...બસ..
એટલે માણસ ને જે ઘરમાંથી મળવું જોઈતું હતું એ પણ ન મળ્યું એટલે એણે આનંદ મેળવવાની આશાથી બીજી ઘણી સંસ્થાઓ ઉભી કરી જેમકે સોશિયલ ગ્રુપ, સોસાયટી ના મંડળ , કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ કલબ, ધાર્મિક મંડળ, જ્ઞાતિ ના મંડળ વિગેરે...તો ત્યાં પણ લીડરશીપ, દેખાદેખી, ઈર્ષ્યા, બીજાથી પોતાને ચડિયાતા સાબિત કરવાની ભાવના, હું પણ કાંઈક છું મારામાં પણ કાંઈક છે એ બતાવી દેવાની વૃત્તિ...ત્યાંથી પણ આનંદ છીનવાઈ ગયો...ત્યાં પણ ભાર વધી ગયો..સગા ભાઈ બહેનો ના બાળકો વચ્ચે પણ સરસાઈ ની જ ભાવના આવી ગઈ...
છેવટે માણસ અત્યારે પોતાની જ બનેલી જાળ માં ફસાઈ ગયો છે...
ભૂલભુલામણી માં ભરાઈ ગયો છે...રસ્તો નથી મળતો...
મન એટલું જ કહે છે કે વસ્તુઓ નહિ હોય તો ચાલશે કદાચ સગવડ નહિ હોય તો ચાલશે પણ મને મારા પોતાના લોકો જોઈએ છે...લાગણી જોઈએ છે...માનસિક શાંતિ જોઈએ...સાથ જોઈએ છે...જેને જોઈને આનંદ થઈ જાય...કોરોના ભૂલી જવાય એવા કોઈ ગણતરી વગરના સંબંધો જોઈએ છે...કોઈને પાછળ નથી પાડવા કોઈની આગળ નથી નીકળવું બસ સાથે રહીને આ જિંદગીને આનંદથી પુરી કરવી છે...કોઈની ટીકા કરી આનંદ નથી લેવો...કોઈને મદદ કરી પ્રેમના બે શબ્દો બોલી આનંદ લેવો છે...
મન માં રહેલી બધી કડવાશ , નેગેટિવિટી ને આ કોરોના ની સાથે વિદાય આપીએ...એની જગ્યા પ્રેમ, લાગણી, સહિષ્ણુતા , બીજાને સમજવા, મદદ કરવા, સૌની સાથે રહેવા ને આપીએ...
એક ઘડી માં ભગવાન નુ તેડું આવી જાય છે...અહીં નું ભેગું કરેલું અહીં પડ્યું રહે છે...
આનંદ માં રહેતા અને બીજા ને રાખતા શીખી જઇએ તો કાળ આટલો ભારે નહિ લાગે કદાચ....🙏🏻
#માનસિક