#પોસ્ટમેન
સુખ દુઃખનું સરનામું જેની સાથે છે,
ને જે દુરીજનને અક્ષરે બાંધે છે.
જવાબદારી સંબંધની જેના હાથે છે,
ને ખાખી ટોપી જેની માથે છે.
પ્રતિક્ષામાં નયન જેની વાટે છે,
ઘૂમે શેરી મહોલ્લા ને ઘાટે છે.
જેની પાસે સઘળા શબ્દોની પાલી છે.
તે ટપાલી(પોસ્ટમેન)છે.
-ડૉ.સરિતા (માનસ)