#પૂનમ
"આજે હતી રાત પૂનમની,
જોઈ ચંદ્રમાને મલકાઈ હતી તે મુખથી,
કેમકે આજે હતી રાત પૂનમની;
નહોતી સાંભળવાની તે હતી કહેવાની,
કેમકે આજે રાત હતી પૂનમની;
નહોતી રહેવાની તે હતી હરખાવાની,
કેમકે આજે રાત હતી પૂનમની;
નહોતી જોવાની તે હતી પ્રેમ બતાવવાની,
કેમકે આજે રાત હતી પૂનમની;
નહોતી થંભવાની તે હતી ચાલવાની,
કેમકે આજે રાત હતી પૂનમની;
નહોતી શરમાવાની તે હતી ખીલવાની,
કેમકે આજે રાત હતી પૂનમની;
નહોતી તે સૂવાની તે હતી આખી રાત જાગવાની,
કેમકે આજે રાત હતી પૂનમની;
આજે હતી રાત પૂનમની,
જોઈ ચંદ્રમાને મલકાઈ હતી તે મુખથી,
કેમકે આજે હતી રાત પૂનમની!"
-જયરાજસિંહ ચાવડા