બહુરૂપી..
તમને કદાચ ખ્યાલ હોય કે નહીં પણ ગામડાઓમાં બહુરૂપી કરીને કલાકારો આવતા.. શહેર આવીને તો કદી જોયા નથી., પણ ગામડામાં ઘણી વાર જોયેલા..
બહુરૂપી એ એક કલાનું ઉદાહરણ પૂરું પાડતાં.. એક બાજુ રામ તો બીજી બાજુ રાવણનો વેશ ધારણ કરી મનોરંજન કરતા.. બદલામાં એમને ધાન અથવા પૈસા મળતા..
કેવુ કહેવાય નહીં એ ઉત્કૃષ્ટ કલા આજે ગામડાઓમાંથી પણ અદ્રશ્ય થવા લાગી છે, પણ આપણી આજુબાજુ ઘણાં વ્યક્તિઓમાં જોવા મળે છે..! ફરક બસ એટલો હોય છે કે પહેલા બહુરૂપી બનવું એક કલા અથવા રોજગારનું સાધન હતું, અને હવે બહુરૂપી બનવું એ સ્વાર્થ માટેનું સાધન બન્યું છે...!
#બહુરૂપી
#મુખોટો