દિકરી એટલે ...
દિ- દીવો દિવાળી નો
ક-ક્યારો તુલસી નો
રી- રીમઝીમ વરસતી વર્ષા
જેમ દિવાળી માં દીવો પ્રકાશ ફેલાવે છે. તેમ દિકરી ના જન્મ થી જ ઘર માં ઉજાસ પથરાય છે અને એના પનોતા પગલાં થી ઘર ઉજ્જવળ થાય છે. જેમ તુલસી દેવી નો રૂપ છે તેમ ઘર માં દિકરી નો જન્મ એટલે સાક્ષાત્ લક્ષ્મી
નું આગમન થાય છે. જેમ વર્ષા તેની બૂંદો થી ધરતી ને લીલીછમ રાખે છે , માટી ની સોડમ ફેલાવે છે તેમ નાચતી કૂદતી હસતી રમતી દિકરી તેના નટખટ અંદાજ થી ઘર ને હર્યું ભર્યું રાખે છે. તેની ખુશી ની ફોરમ થી ઘર ને મહેકતું રાખે છે. અને પ્રેમ ની વર્ષા ને સદંતર વરસાવતી રહે છે.
‘હેત’
#Happy daughter ‘s day