તું આવ ને મિત્ર...
તું આવ ને મિત્ર પ્રેમ થી
સંગાથે થોડી મોજ કરીશું
ચા ના બે ઘૂંટ પીતા પીતા
નિરાંતે થોડી વાતો કરીશું
ચેસ ગોઠવી થોડી ગમત કરીશું
રમત મા રાણી ને પાડવા ની હોડ કરીશું
કરીશું ભૂતકાળ ની મીઠી યાદો તાજી
વીતી ગયેલી ક્ષણ નો સાક્ષાત્કાર કરીશું
ચૂકી ગયા હતા જે બસ તે યાદ કરીશું
તેનું અંતિમ સ્ટેશન ફેસબુક માં ગોતશુ
પરીક્ષા મા સારા માર્કસે ઉત્તીર્ણ થવા
કરતાં કેવી તૈયારી તેની થોડી ઝાંખી કરીશુ
કોલેજ પછી જીવનપથ માં ક્યાં ગૂંચવાઈ ગ્યાં
તે શોધવા સંગાથે પ્રયત્ન કરીશું
તું આવ ને મિત્ર થોડોક સમય કાઢી
વીતી ગયેલી ક્ષણોનો ફરી સાક્ષાત્કાર કરીશું...