*શું વેંચીને તને ખરીદુ,*
*"એ જિંદગી"*
*મારુ તો બધુજ ગીરવી પડ્યું છે.*
*જવાબદારીના બજારમાં...*
*હું રોજ રાત્રે વીતેલા દિવસ ને અગ્નિદાહ આપું છું.....!*
*અને રોજ સવારે સમયની આંગળી પકડી જિંદગી ચલાવતો રહું છું..*
*ગુમાવ્યા નો હિસાબ*
*કોણ રાખે ?*
*અહિં તો કોણ મળ્યા,*
*એનો આનંદ છે..!*
*આજે પડછાયા ને પૂછ્યું,*
*કેમ આવે છે મારી સાથે,*
*તેણે પણ હસી ને કહ્યું,*
*બીજુ કોણ છે તારી સાથે .*
*માટે જ દોસ્તો*
*💫જ્યાં સુધી મોત ન આવે ત્યાં સુધી દિલ ખોલી ને જીવો.*
*💫અરે મુકો માથાકૂટ,*
*💫ભૂલી જાવ એમને જેણે તમારું દિલ દુભાવ્યું,*
*👉🏻મુકો એવાઓને તડકે જે સતત તમારી ઈર્ષ્યા જ કરે છે,*
*💫કોઈની બળતરા કરવાની જરૂર નથી,*
*💫કોઈની માફી માંગી લો અને કોઈને માફ કરી દો.*
*💫ક્યાં જવું છે અભિમાન રાખીને?*
*💫સ્વાર્થી સંબંધો હોય તો એને પરિસ્થિતિ પર જ છોડી દો.*
*💫તમારી જોડે કોઈએ ખરાબ કર્યું હોય તો હિસાબ ઉપરવાળાને કરવા દો.*
*💫બીજાં શું કહેશે એ વિચારવાનું છોડીને ટેસડો કરો.*
*💫મજાથી શોખ પૂરાં કરો,ઉંમર સામું ના જોવો,*
*💫વરસાદમાં હડી કાઢી નાવ,*
*👉🏻જોવાય એટલું જોય લો, ફરી લો,*
*💫કોઈને નડીએ નહીં એટલે ઘણું,*
*💫બાકી હંમેશા અન્યના સર્ટિફિકેટ્સ પર જીવવું જરૂરી નથી.* 👌🏻😃🙏🏼