કુદરતે પણ શું #સ્વાદિષ્ટ જિંદગીની થાળી પરોસેલ છે
જાણે અદ્ભૂત સ્વાદોનો મેળો મુજ ખાતર જ સજાવેલ છે
અધવચ્ચે ઉભા થવાની નોબત ન આવે એ રીતે સંજોગેલ છે
ભાત ભાત ના રંગો ની જાણે આ જિંદગીમાં રંગોળી પુરેલ છે
તારી મીઠી વાતો સાથે જગની એ કડવી વાતો પણ સામેલ છે
આપણી મીઠી તકરારો ને તારી તીખી બેરૂખી પણ સામેલ છે
કુદરતે પણ શું #સ્વાદિષ્ટ જિંદગીની થાળી પરોસેલ છે
કોઈ સ્વાદ બાકી ના રહી જાય એ દરેક વાતનું ધ્યાન રાખેલ છે