Gujarati Quote in Motivational by અમી વ્યાસ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

👌ગઇકાલ સુધી હતી *ખુમારી*, પણ
ઘૂંટણીએ પડીને હવે *સ્વિકારી* !
હારી ગયો છે આ માનવ, અને
હા, હાર પણ કેવી *કરારી* ?

સમજાતી નથી કુદરત તારી *કારીગરી*,
ઘરમાં *બેકારી* અને બહાર *મહામારી* !

કૉરોના ચેઇન તોડવા કર્યું લૉકડાઉન *જારી*,
ના તૂટ્યું, વેચાઈ સોનાની ચેઇન *મારી* !

હજી લાગે છે વધવાની છે *હાડમારી*,
થાકી જશે જોજો ને સરકાર પણ *બિચારી* !

*યદા યદા હી ધર્મસ્ય* ભૂલી ગયા મોરારી ?
હવે તો લઈ આવો *વેક્સીન* ગોવર્ધનધારી !

કહો તો ઘરમાં રહીએ સતત પણ ખાવું શું,
આ એક નહી અઢળક છે *મગજમારી* !

*વારે ચડજે વિઠ્ઠલા,*
*ભલે હોય ભૂલો અમારી,*
*છોરૂં તો કછોરૂં થાય,* *પણ વ્હાલો ના થાય વેરી !!!* 👍

*🍂Jai Shree Krishna🍂*

Gujarati Motivational by અમી વ્યાસ : 111578040
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now