સ્વાદિષ્ટ ભોજન
હર કોઈને પસંદ હોય છે!
પ્રેમ પાછળ પાગલ તેમ
સ્વાદ પાછળ પાગલ આજનું યૌવન છે!
દેખાદેખી માં અવનવું આરોગે!
પોષ્ટિક નહીં સ્વાદિષ્ટ વાનગીઓ,
ને અવનવી બિમારી ને આમંત્રણ આપે છે,
વીસ વરસે સફેદ ને ખરતા વાળ તેનું પ્રમાણ!
આપણે બસ ખાવા માટે જીવીએ છીએ!
જો આપણે જીવવા માટે
ખાઈએ તો બધું જ સ્વાદિષ્ટ બની જશે!
#સ્વાદિષ્ટ