તમારા જેવા સૌ લોકપ્રિય લેખકોના એક એક
શબ્દ પણ સ્વાદિષ્ટ વાનગી જેવા જ લાગે છે
ક્યારેક પ્રસાદ જેવા, ભક્તિભાવ થી ભરપુર,
ક્યારેક ઘારી જેવા મીઠા
ક્યારેક મિક્સ કઠોળ જેવા
ક્યારેક જલેબી જેવા
ક્યારેક ફાફડા જેવા લાંબા
ક્યારેક પાવભાજી જેવા ચટાકેદાર,
ક્યારેક ઠંડાઈ જેવા ટાઢક આપતા
ક્યારેક " લોચો " જેવા
ક્યારેક ખમણ જેવા પોચા
ક્યારેક ઉકાળા જેવા સ્વાસ્થ્ય વર્ધક,
ક્યારેક મસાલેદાર ચા જેવા,
જે પીતા જ " કિક " લાગે.