આવ્યું છે દુઃખ એ કાલે જતું રહેશે
જીવન માં કાયમ એ યાદ બની રહેશે
આવે જો ખરાબ સમયતો હિંમત રાખી જીવીએ
સમય છે એ ફરી વહી જશે
થશે ફરી સુખના દિવસોની શરૂઆત
એજ આશાએ જીવન જીવતા શીખીએ
આવ્યું છે દુઃખએ પણ કાલે વહી જશે
મળે છે દુઃખમાં સાથ જેનો એનો સાથ
આપણે પણ જીવનભર નિભાવીએ
હાથમા હાથ લઈ સ્વજનો નો ફરી ઉભા થઈએ
હિંમત અને જિંદાદિલી થી જીવન જીવતા થઈએ
આવ્યું છે દુઃખ એ કાલે જતું રહેશે
જીવન માં કાયમ એ યાદ બની રહેશે
હેતલ. જોષી... રાજકોટ