પીળો તે રંગ ગુલાબ નો
બને ગુલદસ્તો ઉપહાર...
પીળો તે રંગ સોના નો
વિરાંગના નો શણગાર...
પીળો તે રંગ પીઠી નો
શુકનિયાળ અપાર...
પીળો તે રંગ હલ્દી કંકુ નો
મરાઠી ઓ નો તહેવાર...
પીળો તે રંગ પિતાંબર નો
કાન્હા નો શણગાર...
પીળો રંગ નો ગુલાબ મિત્રતા નો
સુગંધ ફેલાવે ભરમાર...
#પીળો
‘હેત’