હું માની ગઈ...
ઔપચારિકતા પ્રેમની પુરી કરવા
આજે મળવા આવ્યો'તો.....
સમજદાર હતી હું માની ગઈ કે,
આવજો કહેવા આવ્યો'તો.
નથી ઝેલાતો ભાર સંબંધનો,
એવું બોલવા આવ્યો'તો.....
સમજદાર હતી હું માની ગઈ
લાગણી તોડવા આવ્યો'તો.
ક્યારેક મળશું સમય જવા દે
એવું કહેવા આવ્યો'તો........
સમજદાર હતી હું માની ગઈ કે
મુલાકાત ટાળવા આવ્યો'તો.
***********
વર્ષો બાદ....
એક સાંજે એમજ અચાનક મને મળવા એ આવ્યો'તો.
સમજદાર હતી હું સમજી ગઈ..
હવે મનાવવા આવ્યો'તો.....
************