કરવા ગયો સમીક્ષા સિતારાને જોઈને,
સ્ફૂરી ગઈ કવિતા સિતારાને જોઈને.
પોતાના જ્ઞાન માટે નઝૂમીને શક થયો,
આકાશ પરના ખુદના સિતારાને જોઈને.
વિસ્મિત છું તારા ચહેરા ઉપર જોઈ અશ્રુઓ,
અંધકાર વિણ ચમકતા સિતારાને જોઈને.
છે રોશનીમાં કંઈક અદેખાઇનો યે અંશ,
બળતા રહ્યા સિતારા સિતારાને જોઈને.
સંતુષ્ટ થઈ ફરે છે અભાગીઓ સૌ 'નઝીર '
બસ એકવાર મારા સિતારાને જોઈને.
------ નઝીર ભાતરી
(પ્રગટ... વતન અઠવાડિક...
પારદર્શક સંગ્રહ જુને, 1994, હલક પ્રકાશન, પંકજ શાહ મુંબઈ પૃ. 12 થી અમુક અશઆર...
જન્મ :-એપ્રિલ, 1930 દેહાંત :-17-8-1956)