#પસ્તાવા ના દરેક આંસુ પાછળ
છુપાઈ છે કોઈ દર્દ ભરી દાસ્તાન
તો પછી કોણ જાણે કેમ તું
જાણી જોઈ બને છે અંજાન
તું બન્યો પાગલ જેની પાછળ
એ તો બસ કરે છે ખાલી સમય પસાર
આજે તું કાલે કોઈ બીજા સાથે
એને ક્યાં પડે છે કોઈ ફરક
તું પણ સમજ હવે આ વાત
ના કર બસ બસ એમ જ તું એને પ્યાર
મુસાફિર છે એ આ સફર માં તારી સાથે
ઉડશે ભમરા ની જેમ એક થી બીજા ફૂલ પર