ઊર્મિઓ લહેરે લહેરે ઊભરાય..
મૌન થી મૌન ટકરાય..
જીદ પર જીદ ખડકાય..
છતા પડઘો ય ન થાય..
ના તુ સાદ દે મને..
ના મારા થી તારુ નામ લેવાય..
ના તુ ઝુકે..
ના મારા થી નમતુ અપાય..
દર વખતે પ્રેમ જાણે ..
#યુદ્ધ નુ મેદાન બની જાય..
આપણે બંને બહુ અલગ છીએ..
છતા છીએ એક જેવા જીદ્દી..
તો હાર -જીત ક્યા થી થાય... !
- જીંદગી