આ દુનિયા માં દરેક ને કૈક કહેવું છે.. બસ કોઈ સાંભળનાર હોવું જોઈએ.. અને કોઈ ને જાણવા માટે એને બસ સાંભળવા જ જોઈએ.. કલાકો સુધી. ભલે એ શરૂઆત માં જુઠ્ઠું બોલે બોલવા દો એને જેટલું જુઠ્ઠું બોલવું હોય તે.. પણ અંત માં એ સાચું બોલશે આ મારો અનુભવ છે.. મેં અસંખ્ય લોકો ના મન ની વાત સાંભળી છે.. જેટલી મારી સમજશક્તિ છે, જેટલું હું જાણું છું કે સાચું શું છે અને ખોટું શું છે એ પ્રમાણે મારા મંતવ્ય આપ્યા પણ છે..
તમે સામેની વ્યક્તિ ને બસ મૌન થઇ ને સાંભળો એ આપો આપ ખુલવા લાગશે.. આપણું માર્ગદર્શન હંમેશા યોગ્ય દિશા તરફ લઇ જતું હોવું જોઈએ બસ..
તમને કોઈ સાંભળે તો... ક્યારેક તમને સંભાળનાર કૈક કહે તો એની વાત પણ દિલ થી સાંભળજો.. કેમ કે કોઈ ક્યારેય એમને એમ પોતાનું દિલ નથી ખોલતા કૈક જોડાણ હોય છે ત્યારે જ હૃદય ની વેદના બહાર આવતી હોય છે..