*પ્રભુ પાસે બેસો*
ના, જરૂરી નથી કે મંદિરમાં,
ઘરના જ કોઈ ખૂણે, સોફા પર, જગ્યા કોઈ પણ હોય,
પણ ત્યાં થોડી શાંતિ હોય.
ભગવાન સાથે તાદાત્મ્ય કેળવવાની અનુકૂળતા હોય.
બસ તે જ તમારા માટે મંદિર .
જેમ એક દીકરો પોતાની માં પાસે બેસે.કોઈ માંગણી નહિ,
ફરિયાદ નહિ, વાયદાઓ નહિ, ઈચ્છાઓ નહિ, અપેક્ષાઓ નહિ.
તેમને પૂછો,તમે ખુશ છો,
મારુ જીવન જોઈને ?
શું હું તમને ગમે તેવું જીવન જીવું છું ? હોંશિયાર નહિ,
સહજ બનો. ચતુર નહિ,
સરળ બનો.
દિલ ખોલીને બેસ.
પોતાના દુર્ગુણો સમાજ પાસે ભલે છુપાવો,પણ ભગવાન પાસે ના છુપાવો,જેવો છો તેવો જ બનીને બેસો.
*પ્રભુ પાસે બેસો;*
રોવું આવે તો રડી લો,
હસવું આવે તો હસી લો,
કઈ ના સમજાય તો ચૂપ-ચાપ, છાનો-છપનો બેસો,પણ એકવાર ભગવાન પાસે બેસો.
આપણે મંદિરે જઈને,
તીર્થસ્થળે જઈને પણ ક્યાં ભગવાન પાસે બેસીએ છીએ ?
આપણે મંદિર અને તીર્થસ્થળે પણ પતિ, પત્ની, ભાઈ, કાકા, કાકી, ફૈબા, માસા કે મિત્ર પાસે જ બેસીએ છીએ.
બહુ થયું હવે કોઈ નહિ, હવે,
*બસ પ્રભુ પાસે બેસો.*
ખુબ દોડ્યા,હવે જરા અમથું થોભીએ.ખુબ જોયું બહાર હવે થોડું *ભીતર* ડોકિયું કરીએ.
જેને ચાર ધામોમાં શોધ્યા તે તમારી ભીતર,તમારી સાથે,
તમારામાં જ છે.
તમે જ તમારૂ મંદિર ને
તમે જ તમારા ભગવાન.
હવે થોડો સમય તમે તમારી સાથે બેસો,
પ્રભુ પાસે બેસો.