તૃષ્ણા- મુક્તિ
છૂટી ગયું એ બુંદ ને હજી,
તૃષ્ણા હેમખેમ છે.
લાેચન માં વિખરાતો સાગર,
મદથી રેલમછેલ છે.
પામવાની છૂટે ઝંખના તો,
એ જીવન નો ખેલ છે.
જીવન નો દીવો છે ઝાંખો તોયે,
ખંતનું એમાં તેલ છે.
તન છે મુક્તિના માર્ગે પણ,
મન માટે તો જેલ છે.
-ડૉ. સરિતા (માનસ)