શીખી લીધું.....
આંખોમાં તારી મેં, વસતાં શીખી લીધું,
સપનાંને મિલન માની, મળતાં શીખી લીધું,
અધુરી રહી કહાની છો, છતાં,
આજ મેં જાતને,પ્રેમ કરતાં શીખી લીધું!
હાથ તારો પકડીને મેં, ચાલતાં શીખી લીધું,
ડગરને તારી, મંઝીલ મારી બનાવતાં શીખી લીધું,
સાથ તારો જીવનમાં ના હોય છતાં,
આજ મેં, તને હમસફર બનાવતાં શીખી લીધું !!!
ધડકનમાં તારી મેં, શવસતાં, શીખી લીધું,
દિલમાં તારું નામ જીવંત રાખતાં શીખી લીધું,
“ચાહત”ભલે “રાધા”ની હોય છતાં,
આજ મેં, ખુશનસીબ જાતને માનતાં શીખી લીધું!!!
💕ચાહત💕