તે જ છે તું.
અમૃત ગંગા જે પામવી હતી ,
તે જ છે તું.
હર એક ચહેરામાં ઝંખતી હતી,
તે જ છે તું.
જીવનમાં જે પામવાની ઝંખના હતી,
તે જ છે તું.
ડૂબતાનો કોઈ કિનારો શોધતી હતી,
તે જ છે તું.
હાસ્ય સોહામણું શોધતી હતી,
તે જ છે તું.
દોષ-દ્રષ્ટિની શુન્યતા પામવી હતી,
તે જ છે તું.
નજર સમક્ષ દ્રશ્યમાન નથી,
આમ છતાં, જે પામવાની ઝંખના હતી,
હે ઈશ્વર ! .......🤲🏻...... તે જ છે તું.
-Dr.sarita ( manas )