Gujarati Quote in Poem by Asmita Ranpura

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આવે જો છીંક તો ઉચાટ થઈ જાય છે,
દાદાના ખોંખારામાં કોરોના દેખાય છે!

ખુલ્લી જે બારીમાંથી અપાતું હતું સ્મિત,
હવે, તે બારી સદાય બંધ જ દેખાય છે !

જે ફૂલ ગુલાબી હોઠો પર હતા કુરબાન,
તે હોઠ બધા હવે માસ્ક તળે ઢંકાય છે !

બાજુની રેંકડીની પેલી તરબતર ખુશ્બુ,
હવે ઘરમાં જ સાંજે ખીચડી રંધાય છે !

કાઢી નાખતા હતા કુચા ઉથલાવીને બધા,
એ છાપા હવે મોબાઈલમાં વંચાય છે !

હતો જેનો ના આવ્યા નો ઉચાટ ઘણોય,
તે કામવાળા યાદમાં પણ ક્યાં વરતાય છે ?

શીખી ગયા છે સૌ હાથ દેતા ઘરકામમાં,
ઝાડુ મારવામાં હવે સ્ટેટ્સ જણાય છે ?

દીકરી ભણે લેપટોપ પર, દીકરો મોબાઈલમાં,
ભણવાની નવી રીતમાં વિસ્મય જણાય છે !

કેટલી વધારી હતી વ્યર્થની જરૂરતો સૌ,
નકામું હતું સઘળું હવે એ સમજાય છે !

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે,
કાળ ગુપચુપ ઘણું લૂંટતો જાય છે.

કહીએ દિલ ની વાતો,એવા માણસો,
ગુમસુમ થતા જાય છે.

શ્વાસથી યે નિકટ હતા,જે અબઘડી,
આંખથી સાવ ઓઝલ થતા જાય છે.

ડગ સ્વયંભૂ વળીને જતા જે તરફ,
એ ઘરો હવે ખૂટતા જાય છે.

કોણ જાણે કયો શાપ લાગી ગયો,
લીલાછમ માણસો રણ થતા જાય છે.

જે ઘરો માં જઈ સહેજ હળવા થતા,
બારણાં એ ઘરોના બંધ થતા જાય છે....

*કવિ નું નામ નથી જાણતી... આજની વ્યથા આ ગમી એટલે share કર્યું*

Gujarati Poem by Asmita Ranpura : 111571400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now