એક શિક્ષકના જીવનના મહત્વના પાત્રોની યાદગીરી
એક દર્પણ દેખાય છે મને તારામાં થાય છે કે એને નિહાળ્યા જ કરું..
થોડું થોડું શાણપણ ને સાદગી જીવીને સજાવ્યા જ કરું...
રોજ યાદ અપાવે છે મુજને મારા અસ્તિત્વના સોનેરી ભૂતકાળ ની...
થાય છે કે એને રિપીટમાં જોયા જ કરું...
આપું છું તેથી જ ખુદની ચેલેન્જ પડકાર રૂપે
જોવું છે કે એને ડરાવ્યા જ કરું..
સિંહણ સમુ લાગે છે દેખાવે અલ્લડ રમકડું નાજુક.
તોય મન કરે એને ગર્જવ્યા જ કરું...
એથી જ આટલો મજબુત સંબંધ સ્થપાયો છે..
દિલ કરે એને જીવનભર નિભાવ્યા જ કરું..
જીવાડ્યા જ કરું
જીવાડ્યા જ કરું...
******------******
રમકડાં ટૉમ એન્ડ જૅરીને અપૅણ
- ડૉ.સરિતા (માનસ)