પ્રેમ-ભક્તિની જ્યોતિ
અસર થકી નુર પ્રગટયું'તું એની નજરની,
થયુ મને કે જાણે મેળવ્યો સિતારો.
રોમ રોમ રક્ત કરે નતૅન તન માંહી,
જાણે આનંદનો ઉછળે સાગર કિનારો.
રોક્યું'તું મનને તેની પ્રતિક્ષામાં જયારે,
આગમન થતાં સઘળાં તૂટયાં મિથ્યાભિમાનાે.
નજર નજરનું પ્રગટયું સંગાથે નૂર,
ઉજ્જવળ પ્રેમ જ્યોતિ પ્રકાશિત થઈ.
પ્રણય ગીતોની મધુર આરતીને,
પ્રસાદ પરસ્પર ના સ્નેહનાે અનોખો.
અવિરત રહેશે પછી પ્રેમ-ભક્તિ અનોખી,
બે દિલના પ્રણય સંગાથને મંઝિલ મળે..!
- ડૉ. સરિતા (માનસ)