ક્યાંક મનને ખોલી શકાય,
એવી કુંચી શોધું છું.
લાગણીનું સભર ઝરણું,
વિશ્વાસનું મોતી શોધું છું.
ખોબલે ઉલેચ અંતર મહી,
શ્વાસનું કોઈ ભોગી શોધું છું.
ઈચ્છાની બારી ક્યાં છે?
કોઈ હુંફ સુવાળી શોધું છું.
કહ્યા વિના સમજે સઘળું,
કોઈ એવો ઘરોબો શોધું છું
અંતરનો અવિરત પ્રવાહ,
કરે તરબોળ ઓથ શોધું છું.
વિના શબ્દોએ રેલાવે સુર,
મૌન ઉચ્ચારતા એ હોઠ શોધું છું...
-ડૉ.સરિતા(માનસ)