****કર્ણ****
હારમાં પણ જીત જે પોતાની,
નિશ્ચિત કરી ગયો.
એ કર્ણ હતો જે મિત્રતામાં,
કવચ ને કુંડળ પણ ત્યજી ગયો.
ખબર હતી કે છે યુધ્ધ,
મારા જ અનુજોની સાથે.
પરંતુ પોતાના વેણ પર ,
તે કાયમ રહી ગયો.
પોતાની ઉદ્વિગ્નતામાં જ,
એવો વિચલીત થઈ ગયો.
કે કુરૂક્ષેત્રના મેદાનમાં,
પોતાની યુધ્ધકલા ભુલી ગયો.
જે વિશ્વનો છે સર્જનહાર,
આજે ખુદ સારથી છે.
તેથી જ કર્ણ સમજી ગયો ને,
પૈડાં સાથે ખાડામાં ઉતરી ગયો.
એ કુંતીપુત્ર જ હતો,
જે આખી મહાભારતમાં છવાઈ ગયો.
^^^^^^
હેતલ ગોહિલ ચૌહાણ ^^^^^^^