તું મને પ્રેમ કરીને છોડી શકીશ,
તો પણ હું તને જ પ્રેમ કરીશ....
તું મારી જોડે બોલ્યા વગર રહીં શકીશ,
પણ હું તો તારી બોલવાની રાહ જોઇશ..
તું મને જોય વગર રહી શકીશ,
પણ હું તો તને જ જોવા માટે તરસીશ...
તને મારી જરૂર કાયમ નહિ રહે,
પણ મને તારી કમી કાયમ રહેશે...
તારું જીવન સફળ થશે મારા વગર,
પણ હું ક્ષણ ક્ષણ તારા વગર હારીશ...
તું કદાચ ફરી નહિ આવે મારા જીવન માં,
તોયે મારા અંતિમ શ્વાસઃ સુધી હું રાહ જોઇશ...
માર્યા પછી પણ નફરત નહિ કરું તને હું,
તને પામવા માટે ઈશ્વર જોડે બીજો જન્મ માંગીશ..!! .