#કામચલાઉ
આ 'કામચલાઉ' શબ્દ ખૂબ નફિકરો છે. આપણી આળસ કે પછી આપણી કોઈ સ્વાર્થી ઇચ્છાઓની પૂર્તિ કરવા માટે આ શબ્દ સાચે જ ખૂબ કામચલાઉ છે. કોઈની પાસેથી કામ કઢાવવા માટે કે ખાસ તો કોઈ કામ કરાવવા માટે ,"હા, ચાલશે." 'દોડ્યું જાશે', કે 'હાલ્યું જાશે'. જેવા કામચલાઉ શબ્દ અગત્યના બની જાય છે. તેવી જ રીતે અમુક માણસો ને અમુક માણસો કામ વખતે જ યાદ આવે છે કામચલાઉ માણસોની જેમ. આ જ મનુષ્યની જ મોટી વિડંબના છે.
હેતલ ગોહિલ ચૌહાણ