આવ અહીં જરા જરા, શ્વાસ લઈ જરા જરા,
થોડું તું રાખ થોડું હું, અવકાશ લઈ જરા જરા.
વાત બધી કરી લઈ, હળવાશ લઈ જરા જરા,
મીઠી ભલે હો ના હો, કડવાસ લઈ જરા જરા.
યાદ કરી રહી જરા, આશ વહી રહી જરા,
લાગઠ વેદના મળી, કાશ લઈ જરા જરા.
આંખ ભરો તમે કદી? આંખ ભરી અમે ઘણી,
નહિ છલકાય હવે એ આભાસ લઈ જરા જરા.
વાત બધી ખરી હશે, માન્યું અમે હવે શું પણ?
આખરનો પ્રસંગ ગ્યો, પ્યાસ લઈ જરા જરા.
છંદ જરૂરથી જરૂરી, રચવા ગઝલ ઘણે,
સાથ જ કાવ્ય તત્ત્વ પણ, પ્રાસ લઈ જરા જરા.
નીજ મહીં સમા જરા, આગ તહીં લગા જરા,
અક્ષ નથી મજા તો, સહવાસ લઈ જરા જરા.
- અક્ષય ધામેચા