#મંદિર
સામાન્ય રીતે ભગવાન ની જ્યાં વિધિવત સ્થાપના કરાઈ હોય તે સ્થળ મંદિર તરીકે ઓળખાય છે....
મંદિર એટલે એવી પવિત્ર જગ્યા જ્યાં જવાથી મન અને દિલ ને શાતા વળે શાંતિ ઉપજે
બહોળો સમુદાય મોટાભાગે મંદિર એટલે ભગવાન નું ઘર એવું અર્થઘટન કરીએ છીએ
પણ મારી નજરે આખું વિશ્વ એક મંદિર છે, પવિત્ર જગ્યા છે
આ કોરોના કાળ મા કાળા માથા ના માનવી એ મંદિર, મસ્જિદ, દેરાસર, ગુરુદ્વારા, ચર્ચ, અગિયારસી.. વગેરે સ્થળો એ જવા ઉપર પ્રતિબંધ મૂક્યો અને પછી પરિસ્થિતિ થાળે પડતી લાગતા પ્રતિબંધ ધીરે ધીરે હટાવવા મા આવી રહ્યા છે પરંતુ આંશિક પ્રતિબંધ ચાલુ છે નીતિ નિયમો ના પાલન સાથે
દરેક ધાર્મિક સ્થળ પવિત્ર હોય છે એમાં શંકા ને કોઈ સ્થાન નથી પરંતુ ઈશ્વર એક છે અને ઈશ્વર ની દૃષ્ટિ એ સમગ્ર વિશ્વ ane સમસ્ત બ્રહ્માંડ તેના માટે મંદિર છે જે મનુષ્ય વહેલી તકે સમજી લે તો વિશ્વ નો ઉદ્ધાર થઈ જાય....
માનવી એ મંદિર બંધ કર્યા અને મંદિરો ખોલ્યા દર્શન માટે તેના અનુસંધાને.. નીચે ની વાત લખી રહ્યો છું
ભગવાન ને કર્યા કેદ
કવોરન્ટાઇન થયો હતો ખુદ માનવી ઘર મા, તો કર્યા તેને ઈશ્વર ને ધાર્મિક સ્થળો મા કેદ,
હિંમત કરી માનવી નિકળ્યો ઘર ની બહાર તો પ્રભુ શરણું લેવાં ફરી ખોલી નાખ્યા દરેક ધાર્મિક સ્થળો ના દ્વાર,
ઈશ્વર હસી ને સપનાં મા આવી કહી ગ્યાં કે તે દ્વાર ખોલવા ના નામે ફરી શરૂ કર્યા અંધ શ્રદ્ધા ના ખેલ???
ભલે તે બાંધ્યા મારા નામે મોટા મોટા ધાર્મિક સ્થળો પણ તેની મારે શી જરૂર???
શું તું જાણતો નથી કે આખું વિશ્વ છે મારું ઘર???
તું બેસ ને શાંત ચિત્તે કુદરતના ખોળે એક નિર્દોષ નાના બાળક ની જેમ બસ તે મારા માટે ઘણું છે,
તું બાંધ નહીં ગગન ચુંબી મહેલ મારા રહેવા માટે પણ તુ મને સાચા દિલ થી શોધીશ તો મળીશ તને દરેક જગ્યા એ,
મને સાચું સુખ મળે છે નિર્દોષ હાસ્ય મા, નાના બાળકો ના ચહેરા મા નહીં કે તે બાંધેલા ઊંચા ઊંચા મહેલ મા....
તને ક્યારે સમજાશે કે દરેક ધાર્મિક સ્થળ મારા માટે તો કેદ સામાન જ છે...!!???