સુખી જીવન જીવવા માટે
સંઘર્ષ કરીને સાચા અને
સીધા માર્ગે માંડ ગોઠવાયો
સરળતાથી તેજ પંથે
હુંઆગળ ને આગળ વધ્યો
અડધે માર્ગે પહોંચ્યો ત્યાં તો
રસ્તા પર અંધકાર છવાયો
કોરોના જેવો કાળ જ આવ્યો
અડધે પંથે રસ્તો ફંટાયો
અડધી માર્ગે હું અટવાયો
નિષ્ક્રિય જિંદગી વચ્ચે હું સલવાયો
કોરોનાનો કાળ તો લાંબો ચાલ્યો
આર્થિક માનસિક શારીરિક
સર્વે પીડાથી હું પીડા યો
હવે નિષ્ક્રિયતા પાલવે તેમ નથી
આળસ ખંખેરી એક નિશ્ચય પર આવ્યો
એક એન્જિનિયર હતો ક્યારેક
ફળો ની લારી લઈને નીકળી પડ્યો
#સંઘર્ષ