ક્યાં સુધી જમીનમાં ખોડાઈ રહીશ તું..?
ક્યાં સુધી આ પાંખો બાંધી રાખીશ તું..?
આસમાન આતુર છે તારી ઉડાન જોવા,
ક્યાં સુધી આમ પા પા પગલી ચાલીશ તું..?
જીંદગી બેઠી છે તૈયાર થઇને પેચ લડાવવા,
ક્યાં સુધી આમ કાચા માંઝાથી લડીશ તું..?
તારા જેવા કંઇક સપના સાકાર કરી ગયા,
'આરતી' ક્યાં સુધી કૂવાનો દેડકો બની રહીશ તું..!?