👩 *માએ કદી ગણ્યું જ નહી* 👵
🏵જીવનની તાવડી પર
સંસારની રોટલીઓ
શેકતા શેકતા,
આંગળીમાં કેટલાં ચટકા લાગ્યા ?
*માએ કદી ગણ્યું જ નહી.*
🖤
પતિની સાથે સાથે બાળકોની
સંભાળ રાખતા રાખતા,
વડીલોનું માન રાખતા રાખતા,
કેટલી વખત ઝુકી હશે ?
*માએ કદી ગણ્યું જ નહી.*
💚
નાનીઅમથી ભૂલ થાય એટલે
ઘરના લોકોની,
બહારના લોકોની ખરીખોટી સાંભળી પણ લીધી,
કાળજાનાં કેટલાં કટકા થયા ?
*માએ કદી ગણ્યું જ નહી.*
❤
એક માટે બીજા માટે,
આની માટે એની માટે,
જીવતા જીવતા...
એ પોતાની માટે કેટલું જીવી ?
*માએ કદી ગણ્યું જ નહી.*
💙
પક્ષી માળેથી દૂર ઊડી ગયાં,
માને માળામાં જ છોડી ગયાં,
ઐશ્વર્યની થઈ ઘેલી સંતાન,
માને ખુદને કેટલું મળ્યું માન ? *માએ કદી ગણ્યું જ નહી*
🍇
*જીવનના આખરી પડાવ પર,*
*સંતાન ની લાગણી ધેલી એ માતા,*
*અનિમેષ મૌન થી શું માંગે છે 'અનય' ?*
*વસુધૈવ કુટુંબકમ.*
🙏🏼 *માતાઓને સમર્પિત* 🙏🏼