રાધા...
રાધા કૃષ્ણ તણી પ્રેમ કહાની
રાધા એ બનાવી અમર કહાની
વૃંદાવનમાં ગોપી ઓ સંગ રાસ રમતા
રચાઈ રાધા સંગ પ્રેમકહાની
મોરપિંછ લગાવી કૃષ્ણે વગાડી વાંસળી
વાંસળીના સૂરની રાધા દિવાની
કૃષ્ણે ઉપાડ્યો ગોવર્ધન પર્વત
રાધા બની કૃષ્ણ ની પ્રેમ દિવાની
કૃષ્ણે ધર્મકાજે ઉપાડવુ સુદર્શનચક્ર
રાધા વ્રજ માં વિહરે કાના વગર
કૃષ્ણે મુક્યું વૃંદાવન જીરવી રાધાનો વિરહ,
રાધા રડે ચોધાર આંસુએ કાના વગર
રાધા પામી ના શક્યા કૃષ્ણ સંગ
આથી રાધા ને મળ્યું આજીવન વર
કૃષ્ણ પહેલા બોલાઈ રાધા નું નામ
જગપ્રસિધ્ધ થયું રાધે કૃષ્ણ નામ
રહી ના શક્યા જીવતે જીવ જોડે
મંદિરમાં રાધા કૃષ્ણ રહે કાયમ જોડે
પ્રેમમાં એકબીજા ને પામ્યા વગર
જગ ને આપી શુદ્ધ પ્રેમ કહાની
રાધા કૃષ્ણ તણી પ્રેમ કહાની
રાધા એ બનાવી અમર કહાની
બોલો રાધે... રાધે... રાધે કૃષ્ણ...
હિરેન વોરા
તા. 27/08/2020