માણસ લાગે છે...
ચહેરા પાછળ અનેક ચહેરા લાગે છે
રંગ બદલવામાં કાંચિડાથી આગળ લાગે છે
પીઠ પાછળ હૈયા વરાળ ઠાલવવા લાગે છે
સામનો થતા જ મળીને હરખાવા લાગે છે
પ્રહારો કરવા લાગ જોઈને બેઠા લાગે છે
મુકાબલો હોય તો પીછેહઠ કરવા લાગે છે
આ વાત માણસોની હોય એમ લાગે છે
આનો અનુભવ તમને પણ થયો લાગે છે
-હીના પટેલ