હું એવો નથી...
તું સમજે છે એટલો હું નાદાન નથી
ઓળખાઈ જાઉં એટલો આસાન નથી
જુવે છે ઉપરથી તું શાંત સમાધિમાં મને
ભીતર વિચારોની ભરમાર ઓછી નથી
છું અનેક અગૂઢ રહસ્યોથી ઘૂંટાયેલો
ઝટ સમજાઈ જાય એવો હું રાઝ નથી.
ન માની લે તું મને ખુલ્લી કિતાબ
હું કોઈ વણકહી કથાથી કમ નથી
તને ભલે લાગુ હું નિશ્ચલ-નિખાલસ
મારામાં પણ ખામીઓ કંઈ ઓછી નથી
તારી આંખોને દેખાય છે હું એવો નથી,
પણ...
જાતને સ્વીકારવાની હિંમત હજી ખૂટી નથી.
-હીના પટેલ