#ઝઘડો ઝઘડો મીઠો પણ હોય જેમ કે પતિ પત્ની વચ્ચે કે બે સહકાર્યકર્તાઓ વચ્ચે. સ્વ. ન.પ્ર. બુચ એ એક ઓરસંગ વર્ણવેલો જેમાં પતિ પત્ની વચ્ચે'કે આવી જ'. 'ઓય મા.. મારી નાખી..' બે ચાર તમાચા જેવા અવાજ.. એ સાંભળી તેઓ એ ઘરમાં દોડી જાય છે તો પતિ પત્ની ખાલી ઝગડાનો અભિનય કરતાં હોય છે. કહે જિંદગીસતત પ્રેમાલાપો એટલી બોરિંગ થઈ ગઈ છે કે ઝગડો કરી કઈંક સતત મીઠાશ માં ફરસાણ જેવું સલૂણું ઉમેરવું એટલે મહિને એક વાર કૃત્રિમ ઝગડો પણ છેક મારામારી કે ચીજો ફેંકવા સુધીનો કરીએ છીએ. સામાં પાત્રનો એ રીતે કરેલો શારીરિક સ્પર્શ અમને જબરી ચમચમાટી અંતરમાં પણ આપી જાય છે.
ચોરીચોરી ફિલ્મમાં રાજકપુર ગેસ્ટહાઉસમાં સાથે ભાગીને આવેલી સ્ત્રી પોતાની પત્ની છે એમ બતાવવા ખોટો ઝગડો કરે છે જે મિયાંબીબીની વાત સમજી ગેસ્ટહાઉસ મેનેજર તેમને બીજા બે ચાર દિવસ રહેવા દે છે.
ઝગડો સારી બાબત પણ છે જો સામેવાળાને ઠેસ ન પહોંચાડતો હોય.