હું કવિ છું, મારી કવિતામાં અંગાર છે, શરાબ છે,
આ બદનામીને મારી નજરે જો, એ ખિતાબ છે.
તે મારા શબ્દો વાંચીને જેઓ ઓળખે છે મને જે,
મારી કામયાબીનો બધાને આ સચોટ જવાબ છે.
ચાંદના રચાઈ ગયા છે અનેક કાવ્યો કવિઓ વડે,
પણ આ મારી રચનામાં ધગધગતો આફતાબ છે.
હરેક શબ્દ મારા સળગતા રાખ્યા છે એ ગઝલમાં,
તમે કરેલા અમને અન્યાયના, તમામ હિસાબ છે.
નથી ચડતા ક્યારેય દરિયાના પાણી હિમાલય પર,
ખોટી કરો છો મહેનત, એ તમારો ખોટો ખ્વાબ છે.
આ સત્યના કંટક રહ્યા છે મારા આ પુરા જીવનમાં,
જે પામ્યા પારિતોષિક, એમને સરકાર ફૂલછાબ છે.
ગરમ જીભ છે મારી, એટલે માખણ નથી શબ્દોમાં,
છું હું અડગ, અણનમ ને રક્તમિજાજી રુઆબ છે.
એ ખરીદી શકો છો તમે, અહીંયા વહેંચાય ઘણા છે,
મનોજ ની ન લગાવો કિંમત તમે, એ ખુદ નવાબ છે.
મનોજ સંતોકી માનસ