#છોડો
દોડે છે, એ દોડે છે.
એ સતત મારી પાછળ દોડે છે.
'હું ' ધિક્કારું છું,
'હું 'તરછોડું છું ,
'હું ' છોડું છું.
મારી આગળ દોડે,
મારી પાછળ દોડે,
આ'હું 'નામનો માણસ મારી અંદર દોડે.
કહું છું કે ,"છોડો,છોડો."
તો,
એ મારી સારસ છોડે,
મારી અંદર ખીલતી ઇચ્છાઓને તરછોડે,
દોડે, દોડે, દોડે,
આ 'હું ' નામનો માણસ મારી અંદર દોડે.
- હેતલ ગોહિલ ચૌહાણ