દર્દને છોડો ને આનંદમાં જીવો,
હે ભાઈ જીવન એવું જીવો.
આવે મુશ્કેલી અનેક છતાએ,
દરેક પ્રકારની ઉપાધીને છોડો,
દુઃખતો આવે ને જાય,
હે ભાઈ જીવન એવું જીવો.
જનમ જેલમાં થયો જેનો,
લખી ગીતા રણમાં એને જો,
ઉતાર ચડાવ ચાલ્યા જાય,
હે ભાઈ જીવન એવું જીવો.
મોહ મયા ને લોભ લાલચ,
માન અભિમાનને તમે રે છોડો,
નિર્મોહી આત્મા બની જાય,
હે ભાઈ જીવન એવું જીવો
#છોડો