વિચારો એક પછી એક કતારો લગાવી ઉભા છે,
અંદર આવવા નજર ટેકાવી ક્યારનાં એ બેઠા છે,
બહાર જવું શક્ય નહતું, અંદર આવા દેવું પણ અશક્ય હતું,
થયું ચાલો આજે એક ઓનલાઇન મીટ ગોઠવીએ,
શક્ય એટલી ચચાઁ-વિચારણા કરીએ,
આવ્યા વિચારો સામે જ્યારે સાચા-ખોટા,
ઓહ આ તો જાણે વષૉે પુરાણા મિત્રો મળ્યા,
સારું-ખરાબ એ ભેદ ભુલી બધા ને પ્રેમ થી મળું,
જેવું છે એ મારું છે,આજુબાજુ વિકસેલું છે,
જન્મ ત્યારે જ લાગશે લેખે મારો,
પરિસ્થિતિ,મનુષ્ય,વિચારો જેવા આવે,
એને એવા સ્વીકારું.
#કતાર